♠ अपनी अपनी सोच ♠

एक बौद्ध भिक्षुक भोजन बनाने के लिए जंगल से लकड़ियाँ चुन रहा था कि तभी उसने कुछ अनोखा देखा ,
“कितना अजीब है ये !”, उसने बिना पैरों की लोमड़ी को देखते हुए मन ही मन सोचा .
“ आखिर इस हालत में ये जिंदा कैसे है ?”
उसे आशचर्य हुआ , “ और ऊपर से ये बिलकुल
स्वस्थ है ”

वह अपने ख़यालों में खोया हुआ था की अचानक चारो तरफ अफरा – तफरी मचने लगी ; जंगल का राजा शेर उस तरफ आ रहा था !  भिक्षुक भी तेजी दिखाते हुए एक ऊँचे पेड़ पर चढ़ गया , और वहीँ से सब कुछ देखने लगा . शेर ने एक हिरन का शिकार
किया था और उसे अपने जबड़े में दबा कर लोमड़ी की तरफ बढ़ रहा था , पर उसने लोमड़ी पर हमला नहीं किया बल्कि उसे भी खाने के लिए मांस के कुछ टुकड़े डाल दिए .

“ ये तो घोर आश्चर्य है , शेर लोमड़ी को मारने की बजाये उसे भोजन दे रहा है .” , भिक्षुक बुदबुदाया,उसे अपनी आँखों पर भरोसा नहीं हो रहा था इसलिए वह अगले दिन फिर वहीँ आया और छिप कर
शेर का इंतज़ार करने लगा . आज भी वैसा ही हुआ , शेर ने अपने शिकार का कुछ हिस्सा लोमड़ी के सामने डाल दिया .

“यह भगवान् के होने का प्रमाण है !” भिक्षुक ने अपने आप से कहा . “ वह जिसे पैदा करता है उसकी रोटी का भी इंतजाम कर देता है , आज से इस लोमड़ी की तरह मैं भी ऊपर वाले की दया पर जीऊंगा , इश्वर मेरे भी भोजन की व्यवस्था करेगा .” और ऐसा सोचते
हुए वह एक वीरान जगह पर जाकर एक पेड़ के नीचे बैठ गया !

पहला दिन बीता , पर कोई वहां नहीं आया , दूसरे दिन भी कुछ लोग उधर से गुजर गए पर भिक्षुक की तरफ किसी ने ध्यान नहीं दिया . इधर बिना कुछ खाए -पीये वह कमजोर होता जा रहा था . इसी तरह कुछ और दिन बीत गए , अब तो उसकी रही सही ताकत भी खत्म हो गयी …वह चलने -फिरने के लायक
भी नहीं रहा . उसकी हालत बिलकुल मृत व्यक्ति की तरह हो चुकी थी की तभी एक महात्मा उधर से गुजरे और भिक्षुक के पास पहुंचे .

उसने अपनी सारी कहानी महात्मा जी को सुनाई
और बोला , “ अब आप ही बताइए कि भगवान् इतना निर्दयी कैसे हो सकते हैं , क्या किसी व्यक्ति को इस हालत में पहुंचाना पाप नहीं है ?”

“ बिल्कुल है ,”,

महात्मा जी ने कहा , “
लेकिन तुम इतना मूर्ख कैसे हो सकते हो ?

तुमने ये क्यों नहीं समझे की भगवान् तुम्हे उसे शेर की तरह बनते देखना चाहते थे , लोमड़ी की तरह नहीं !”

♥ दोस्तों , हमारे जीवन में भी ऐसा कई बार होता है कि हमें चीजें जिस तरह समझनी चाहिए उसके विपरीत समझ लेते हैं. ईश्वर ने हम सभी के अन्दर कुछ न कुछ ऐसी शक्तियां दी हैं जो हमें महान बना सकती हैं , ज़रुरत हैं कि हम उन्हें पहचाने , उस भिक्षुक का सौभाग्य था की उसे उसकी गलती का अहसास कराने के लिए महात्मा जी मिल गए पर हमें खुद भी चौकन्ना रहना चाहिए की कहीं हम शेर की जगह लोमड़ी तो नहीं बन रहे हैं.?

www.sahityasafar.blogspot.com

♠ આદતોના ગુલામ ♠

લગભગ પચાસ- સાઠ વર્ષ પહેલાંની એક
વાત છે પણ ઘણી સમજવા જેવી છે અને આજે
પણ તે એટલી કામની છે. વાત એક પ્રખર
ધારાશાસ્ત્રીની છે.

તેમની ખ્યાતિ દેશભરમાં પ્રસરેલી હતી.
તેમની કારકિર્દીમાં તેઓ ક્યારેય કોઇ
કેસમાં હાર્યા ન હતા. તેઓ કેસ હાથમાં લે
એટલે અસીલ સમજી જાય કે હવે કેસ
જીતાવાનો પછી તે ભલેને ગમે
તેટલો લૂલો દેખાતો હોય. દેશના ત્રણ
મુખ્ય શહેરોમાં તેમની ઓફિસો હતી અને
ઘણીવાર તો કેટલાક લોકો તેમને
લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી કેસ
લડવા માટે લઇ જતા હતા. આ વકીલ
કાયદાના ઊંડા અભ્યાસી હતા એટલું જ
નહિ પણ સામા પક્ષની નબળી કડીને
પકડી લેવાની તેમનામાં ગજબની સૂઝ
હતી અને તેને લીધે તે ક્યારેય કોઇ કેસ
હારતા નહિ. વકીલની આવી ખ્યાતિને
કારણે તેમની પાસે
ઘણા અટપટા કેસો આવતા હતા અને
લોકો તેમને માગી ફીઝ આપતા હતા.
આવા અભ્યાસી અને ખ્યાતનામ વકીલને
એક નાનકડી અને કંઇ મહત્વની પણ
કહી શકાય નહિ તેવી એક ટેવ હતી. તેઓ કેસ
ચલાવતી વખતે દલીલોના દાવપેચ
લગાવતા હોય ત્યારે તેઓ
તેમના કાળા કોટના વચલા બટનને
ફેરવ્યા કરતા રહે. જ્યારે તેઓ
દલીલમાં ક્યાંક મૂંઝાય ત્યારે તેઓ
ઝડપથી બટન ફેરવવા લાગતા હતા અને
થોડીક વારમાં તો તેઓ એવી સચોટ
દલીલ લઇને આવે કે સામા પક્ષના વકીલને
તેનું ખંડન કરવાનું મુશ્કેલ બની જાય.
આ ટેવ એટલી સામાન્ય અને સહજ હતી કે
તેના ઉપર વકીલનું ક્યારેય ધ્યાન ગયેલું
નહિ અને તેનું તેમને કે અન્યને કંઇ મહત્વ પણ
નહિ લાગેલું કારણ કે દલીલો મગજમાંથી
આવતી હોય અને
કોટના બટનમાંથી તો નીકળતી ન હોય.
એક વખત સાચા પક્ષના એક વિચીક્ષણ
વકીલનું ધ્યાન આ પ્રખર
ધારાશાસ્ત્રીની આ ટેવ તરફ ગયું. તે ટેવનું
નિરીક્ષણ કર્યા પછી તેમણે એક પ્રયોગ
કરવાનું મનોમન નક્કી કર્યું. એક વખત જ્યારે
તે ધારાશાસ્ત્રીની સામે કેસ
લડવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે તે
વકીલે ધારાશાસ્ત્રીના મદદનીશને ગમે તે
રીતે વિશ્વાસમાં લઇને ધારાશાસ્ત્રી કેસ
લડવા માટે અદાલત સમક્ષ આવે ત્યારે
તેમના કાળા કોટનું એ બટન
તોડી નાખવા માટે સંમત કરી લીધો અને
આ કીમિયો ઘણો કારગત નીવડયો. આ કેસ
એટલો અટપટો ન હતો છતાંય હાથ બટન
ઉપર ગયો ત્યારે ત્યાં બટન મળે
નહિ તેથી તેમને કંઇ સમજાય
નહિ એવી બેચેની થઇ અને તે
મહત્વની દલીલો કરવાનું ચૂકી ગયા.
વાતનું વિવરણ કરીએ
તો કાળા કોટના બટનમાં દલીલો ભરેલી રહેતી નહિ પણ
ધારાશાસ્ત્રી બટન
ફેરવવાની આદતથી મજબૂર હતા. એ
આદતનો આધાર તૂટી જતા તેઓ
દલીલોમાં આગળ- પાછળ
થતા ગયા પરિણામે કેસ ગૂમાવ્યો.
વાંધો આદતનો ન હતો પણ
આદતની ગુલામીનો હતો.
આદતો તો સારી હોય અને ખોટીય હોય
પણ આદત એટલે આદત. તેનું આપણા ઉપરનું
વર્ચસ્વ ખોટુ. આદતો ઉપર જો આપમું
આધિપત્ય હોય તો તે આદતો આપણને એટલું
નુકસાન કરી શકતી નથી. આદત એટલે જ
ગુલામી. જે માણસ આદતને અધીન
નથી હોતો તે ગમે ત્યારે આદતને ફગાવીને
એનાથી વિમુકત થઇને પોતાનો પથ
બદલી શકે છે.
આદત માત્ર ખોટી છે. એમ
માની લેવાની જરૃર નથી. માણસ માત્રને
કંઇને કંઇ ટેવ હોય છે. સૌને પોતાની ટેવ ગમે
તે સ્વભાવિક છે અને બીજાની કઠે. કઇ
આદતને સારી કહેવી અને કઇ આદતોને
ખોટી કહેવી એ વાત બહુ સાપેક્ષ છે. આ
વાત સાપેક્ષ છે એટલું જ નહિ પણ ઘણે અંશે
વ્યક્તિગત છે. મોટે ભાગે
લોકો પોતાની આદતોની પ્રશંસા કરતા હોય
છે. બીજાની ટેવોને વખોડતા રહે છે.
સિગરેટ- બીડીની આદતને સૌ વખોડે છે પણ
મનોવિજ્ઞાાનીઓ તો ત્યાં સુધી કહે છે કે
જો ધર્મની ક્રિયાઓ પણ
જીવનમાં જો આદત જેવી બની જાય છે
તો તેમાંથી જે મળવો જોઇએ તેવો લાભ
મળતો નથી.
પ્રશ્ન સારી કે ખોટી ટેવનો કે
આદતનો નથી પણ
આદતોની ગુલામીનો છે. આદતો સામે
જો મોટો વાંધો હોય
તો તેના વર્ચસ્વનો. માણસની ટેવ ગમે તે
હોય પણ જો તે તેનો ગુલામ ન હોય,
તેના વર્ચસ્વ હેઠળ ન હોય તો માણસ માટે
આદત છોડવાનું એટલું મુશ્કેલ નથી બનતું જે
ક્ષણો તેને લાગે કે તેની ટેવ ખોટી છે અને
નુકસાન કરનારી છે ત્યારે તે તેનાથી મુક્ત
થઇને પોતાનો જીવનનો માર્ગ બદલીને
અન્ય પથ પકડીલે છે અને જીવનમાં ક્યારેય
ન ધાર્યું હોય એટલી સિદ્ધિઓ પ્રાપ્ત
કરી લે છે.
ભગવાન બુદ્ધે- હોશપૂર્વક જીવન
જીવવાની વાત કરી. બુદ્ધે કહ્યું જે કંઇ
કરો તે હોશપૂર્વક કરો. કોઇ પણ વસ્તુ
બેહોશીમાં કરવી નહિ. હોશથી જીવનાર
ભાગ્યે જ કંઇ ખોટું કરે છે. હોશપૂર્વક
જીવનારના જીવનમાં જો કંઇ આદત હશે
તો તે તેનો સદુપયોગ કરી લેશે અને તેને
પગથિયું બનાવીને તે ઉપર ચઢી જશે. કારણ
કે તેની આદતની પાછળ
હોશની ધારા વહેતી હોય છે. આદતનું
જીવન એ પ્રમાદનું જીવન છે. ભગવાન
મહાવીરે તેમની અંતિમ દેશમાના ગૌતમ
સ્વામીને વારંવાર કહ્યું કે જીવનની એક
પણ પળ પ્રમાદમાં ન ગુમાવીશ પ્રમાદનું
જીવન એટલે જાગરૃકતા વિનાનું જીવન
આવું જીવન કષાયો પ્રેરિત હોય છે. જે અંતે
નિષ્ફળ જાય છે.

♠ પુસ્તક પ્રેમી - સરદાર પટેલ ♠

સરદાર પટેલ ખૂબ મહેનતથી ભણતાં.તે માટે તેઓ ઘણી મુશ્કેલીઓ વેઠતા.જ્યારે તેઓ ઇંગ્લૅન્ડ ભણવા ગયા ત્યારે તેમને ત્યાંની બેરિસ્ટરીનાં મોંઘા પુસ્તકો પોસાતાં નહોતા.આ માટે તેઓએ એક ઉપાય શોધી કાઢ્યો.આખો દિવસ તેઓ તેમની લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચતાં પરંતું આ લાઇબ્રેરી તેઓ રહેતાં હતા ત્યાથી 11 માઇલ દૂર હતી.તેઓ ચાલતા જ લાઇબ્રેરી જતા રહેતા હતા.આમ તેઓ વાંચવા માટે ઇંગ્લૅન્ડમાં રોજના બાવીસ માઇલ જેટલું ચાલી નાંખતા હતાં.આમ આટલી બધી વિકટ પરિસ્થિતિમાં એમનું ઘડતર થયું હતું.એટલે જ ભવિષ્યમાં આ વ્યક્તિત્વએ દેશ માટે પણ આટલાં જ ખંતથી કામ કર્યું હતું.

♠ ગુરુ દ્રોણનું પ્રશિક્ષણ ♠

મહાભારતનો એક અજાણ્યો પ્રસંગ રજુ કરું છું મિત્રો.....જરૂર વાંચજો અને શેર કરજો...

આચાર્ય દ્રોણ કૌરવો અને પાણ્ડવોને એક સમાન રીતે બધી વિદ્યાઓનું પ્રશિક્ષણ આપતા. એમની વાણીમાં ઓજસ્વીપણું હતું. એમના વ્યવહારમાંથી વાત્સલ્ય ટપકતું હતું અને વ્યક્તિત્વથી પ્રભાવશાળીપણું પ્રગટતું હતું. વેદ અને ઉપનિષદ સાથે તે કલા-કૌશલ્ય પણ શીખવતા હતા. આ સાથે સદ્ગુણોની કેળવણી થાય તે માટે જીવન
ટકાવી રાખનાર ધર્મના સંસ્કાર પણ આપતા. આચાર્ય દ્રોણનો એવો પ્રયત્ન રહેતો કે વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય.

એક દિવસ બધા જ શિષ્યોની સન્મુખ બેસી તે જ્ઞાાનોપદેશ આપી રહ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું-
''વિદ્યાર્થીએ જિતેન્દ્રિય રહેવું જોઈએ. કામ- ક્રોધ- લોભ જેવા વિકારો પર કાબૂ મેળવતા શીખવું જોઈએ. એણે ક્યારેય પણ ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ માનવીને આંધળો બનાવી દે છે એનાથી એ
વિવેકશૂન્ય બની જાય છે. વિવેકશૂન્ય માનવી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. સમયસર સમ્યક્ નિર્ણય ન લઈ શકે તે પોતાને
હાનિ પહોંચાડે છે. એટલે એને મોટો શત્રુ સમજવો જોઈએ અને એના પર વિજય મેળવવાની શક્તિ કેળવી લેવી જોઈએ. મેં જે કહ્યું છે તેને બરાબર યાદ રાખજો અને જીવનમાં ઉતારજો.''

બીજે દિવસે સવારે નિત્યક્રમ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ એકત્રિત થયા. ગુરુ દ્રોણાચાર્ય પધાર્યા એટલે બધા ઊભા થઈ એમનું સન્માન કર્યું અને
પ્રણામ કર્યા. ગુરુ નવી બાબતનું પ્રશિક્ષણ આપે તે પહેલાં પાછલા દિવસે જે શીખવ્યું હોય તે કેટલું આવડયું અને જે જ્ઞાન આપ્યું હોય તેમાંથી કેટલું યાદ રહ્યું તે પણ પૂછી લેતા. આ રીતે તેમણે
ગઈકાલની વાત કેટલી યાદ રહી તે વિશે પૂછવા માંડયું.

વારાફરતી જુદા જુદા વિદ્યાર્થીઓને તે પૂછતા ગયા અને તે ગુરુએ કહેલો ઉપદેશ બોલી જતા. આમ કરતાં તેમણે યુધિષ્ઠિરને ઊભા કર્યા અને તે વિશે બોલી જવા કહ્યું. યુધિષ્ઠિર કંઈ પણ બોલ્યા વિના મોં નીચું રાખી ઊભા રહ્યા. ગુરુ દ્રોણને નવાઈ
લાગી કેમ કે, યુધિષ્ઠિર તો ભણવામાં બીજા બધા કરતા વધુ હોંશિયાર હતા અને અઘરામાં અઘરી વસ્તુ પણ યાદ કરી લેતા હતા. ગુરુ થોડા નારાજ થયા અને એમને ઠપકો આપી. બીજે દિવસે તે અચૂક યાદ કરી લાવવા કહ્યું.

બીજે દિવસે તેમને બોલવા ઊભા કર્યા તો ય તેનું તે જ ! કંઈ બોલ્યા વિના મોં નીચું રાખી ઊભા રહ્યા. ગુરુએ માંડ માંડ ગુસ્સો કાબૂમાં રાખ્યો અને તેમને
ધમકાવવા લાગ્યા - ''યુધિષ્ઠિર ! તું આવો આળસુ ક્યારથી બની ગયો ? તારી પાસે મેં આવી આશા રાખી નહોતી. ગમે તેમ કરીને આજે યાદ રાખી લે - કાલે તારે બોલ્યા વિના છૂટકો જ નથી !''

ત્રીજા દિવસે ગુરુ દ્રોણાચાર્યએ યુધિષ્ઠિરને ફરીથી એમને ઉપદેશ વિશે બોલવા કહ્યું, પણ યુધિષ્ઠિરે એવો જ જવાબ આપ્યો, ''મેં એ વાતને યાદ
રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો પણ મને લાગે છે કે એ વાત હજુ બરાબર યાદ રહી નથી.''

આ સાંભળીને ગુરુ દ્રોણાચાર્યનો રોષ જ્વાળામુખીની જેમ ભભૂકી ઊઠયો અને બોલી ઊઠયા- ''યુધિષ્ઠિર ! હવે તો હદ થઈ ગઈ ! તને શરમ આવવી જોઈએ. કદાચ, તારે યાદ જ રાખવું નથી એમ લાગે છે તને
યાદ રખાવવાનો મારી પાસે એક શ્રેષ્ઠ ઉપાય છે.'' તે ઊભા થયા અને યુધિષ્ઠિરને ગાલે એક લાફો મારી દીધો અને તેના કાન આમળીને કહેવા લાગ્યા -

''બોલ, હવે તો યાદ રહી ગયું કે નહીં ?'' યુધિષ્ઠિરે હસીને કહ્યું, ''હા, ગુરુદેવ ! હવે તો બરાબર યાદ રહી ગયું છે.'' ગુરુએ કહ્યું માર પડયો એટલે કેવું યાદ રહી ગયું ?

'સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ.'
વાળી કહેવત તે સાચી પાડી !''

યુધિષ્ઠિરે મંદ સ્મિત કરતા કહ્યું, ''ના ગુરુદેવ ! એવું નથી. તમે કહેલ વાત તો મને સાંભળતા વેંત યાદ રહી ગઈ હતી. તમે કહ્યું હતું કે, માનવીએ ક્યારેય ક્રોધ કરવો જોઈએ નહીં. એનાથી શું હાનિ થાય છે તે પણ સમજાવ્યું હતું. પહેલે દિવસે મને શંકા હતી કે અપમાન અને અવમાનની સ્થિતિમાં એ વાત યાદ ન પણ આવે કે ક્રોધ ના કરવો જોઈએ.

બીજા દિવસે પણ મને એ વાતનો વિશ્વાસ નહોતો કે હું એવા સંજોગો આવી પડે ત્યારે ક્રોધ કર્યા વિના રહી શકું. પણ આજે એ અવસર આવી ગયો. તમે મને તમાચો માર્યો અને ઠપકો આપ્યો ત્યારે પણ હું ક્રોધ કર્યા વિના રહી શક્યો ત્યારે મને ખાતરી થઈ ગઈ કે ગમે તે સંજોગોમાં પણ ક્રોધને વશ ન થવું જોઈએ એ વાત મને પૂર્ણપણે યાદ રહી ગઈ છે.''

દ્રોણાચાર્ય ઊભા થઈને યુધિષ્ઠિરને ભેટી પડયા અને તમામ વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા,

'' તમારા બધામાં માત્ર યુધિષ્ઠિરે જ વિદ્યાનો ખરો મર્મ જાણ્યો છે. કોઈ બાબતનું માત્ર સ્મરણ કરી લેવું મહત્ત્વનું નથી, એને જીવન વ્યવહારમાં ઉતારવી એ ખાસ મહત્ત્વનું છે વિચાર અને વાણી સાથે વર્તનમાં પણ એ બાબત પ્રગટ થાય ત્યારે
સાચી સિદ્ધિ મળી કહેવાય ! ''

~ વિચાર વિથીકા - દેવેશ મહેતા ~

♠ સોક્રેટિસ ♠


સોક્રેટિસ અત્યંત કદરૃપા હતા. માથા પર
ટાલ, ચપટું નાક, ગોળ ચહેરો, ચાઠાવાળી ત્વચા અને ઘૂંટણ સુધી લટકતું વિલક્ષણ પહેરણ. આ લક્ષણોને આધારે એથેન્સની સડકો પર ફરતા એમને સહેલાઇથી ઓળખી લેવાતા. તે અત્યંત
વિદ્વાન અને તત્વચિંતક હતા.

માનવજીવનની વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવા એમના અનેક શિષ્યો એમની પાછળ ફરતા. એમના શિષ્યોમાં અનેક પ્રતિભાશાળી પણ હતા. એમાંના એક પ્લેટો પણ હતા જે પાછળથી વિશ્વવિખ્યાત પણ થયા. સોક્રેટિસે આત્મજ્ઞાાન પર બહુ ભારમૂક્યો હતો. તે કહેતા હતા- પોતાને જાણો.
સ્વયંની ઓળખ કરો. જો માનવી પોતાનું અને ધર્મનું વાસ્તવિક સ્વરૃપ જાણી લે તો તે ચોક્કસપણે ધર્મનિષ્ઠ બનવાનો પ્રયત્ન કરશે. સત્યનું જ્ઞાાન જ પુણ્ય છે અને એનું જ્ઞાાન ન હોવું તે પાપ છે.

સોક્રેટિસનો જન્મ એથેન્સમાં ઇ.સ. પૂર્વે ૪૭૦/૪૬૯માં થયો હતો. જો કે એમને વાંચવા- લખવાની ખાસ સુવિધા ઉપલબ્ધ ન થઇ શકી તેમ છતાં એમણે પોતાના આત્મજ્ઞાાનના બળે શ્રેષ્ઠ વિદ્વત્તા પ્રાપ્ત કરી લીધી હતી.

સોક્રેટિસ જેટલું કોઇની પાસે ભણ્યા કે શીખ્યા એના કરતાં વિશેષ એમણે જાતે ચિંતન અને મનન કર્યું હતું. તે જગતને જ એક શ્રેષ્ઠ શાળા માનતા હતા અને જીવનના અનુભવોને સાચું શિક્ષણ ! આ
સંસારરૃપી શાળામાં મહાત્મા સોક્રેટિસે જે અનુભવ મેળવ્યા હતા એ જ એમની એક માત્ર સંપત્તિ હતી. એમણે ક્યારેય કોઇ ધનસંચય કર્યો નહોતો. એવી ઇચ્છા જ ધરાવી નહોતી !

તે કહેતા હતા-જ્ઞાાનથી ચડિયાતી બીજી કશી સંપત્તિ હોઇ શકે ? એનો બહુ થોડો અંશ મને પ્રાપ્ત
થયો છે. એનાથી મારા આત્માને સાચું સુખ અને શાંતિ મળે છે. એના સિવાય મારે બીજી કોઇ સંપત્તિ જોઇતી નથી.'

સોક્રેટિસ અત્યંત વિનમ્ર સ્વભાવના હતા.
અહંકાર તો એમને કદી સ્પર્શી શક્યો નહોતો. કોઇ એમને 'તમે અત્યંત જ્ઞાાની છો' એમ કહી એમની પ્રશસ્તિ કરવાનો પ્રયત્ન કરે તો તે કહેતા હતા - 'હું જાણું છું કે હું કંઇ જાણતો નથી.'

ક્યારેક બીજી રીતે કહેતા - મારા અજ્ઞાાની હોવાના જ્ઞાાન સિવાય હું કંઇ જાણતો નથી.'

એમની પત્ની સ્વભાવની કર્કશા અને ભારે
ઝગડાખોર હતી. એમ છતાં એ એની સાથે સારી વર્તતા. એના ઝગડા- કંકાસને હસતે મુખે સહન કરી લેતા.

એકવાર એમની પત્ની જેથિપ્પી ભારે બૂમ- બરાડા સાથે લડવા લાગી. સોક્રેટિસ તો એનાથી ટેવાયેલા હતા. એમણે કોઇ પ્રતિક્રિયા આપી નહી એટલે જેથિપ્પીએ એક વાસણમાં ભરી રાખેલું ગંદુ
પાણી એમના પર રેડી દીધું. એ વખતે સોક્રેટિસના બે-ત્રણ મિત્રો પણ એમની સાથે ઊભેલા હતા. સોક્રેટિસે હસીને એમને કહ્યું- હું તો પહેલેથી જાણતો જ હતો કે જેથિપ્પી આટલું ગર્જ્યા પછી વરસ્યા વિના નહી રહે. આવું તો બને જ ને ? પહેલાં વાદળા ગર્જે છે પછી વરસે છે !'

બીજા એક અવસરે તે એથેન્સના બજારમાં એમના શિષ્યો સાથે ફરી રહ્યા હતા ત્યાં સામેથી એમની પત્ની જેથિપ્પી આવીને એમની સાથે ઝગડવા લાગી અને એમના પહેરણને ખેંચીને ફાડી નાંખ્યું.

આ જોઇને એમના શિષ્યોએ એમને સલાહ
આપી- 'તમારે પણ એની સાથે લડવું જોઇએ.
એને મારો તો સીધી દોર થઇ જાય. તમે એવું કેમ નથી કરતા ?

સોક્રેટિસે તેનો જવાબ આપતા કહ્યું- તમે ઘોડાગાડી તો જોઇ છે ને ? ઘોડાગાડીવાળાની યોગ્યતા એમાં જ છે કે તે ગમે તેવા તોફાની ઘોડાને પણ કાબૂમાં રાખી તેની પાસેથી કામ લઇ શકે. જો તે તોફાની, બેકાબૂ ઘોડાને પણ ઉપયોગ લાયક બનાવી શકે તો સામાન્ય ઘોડાને તો કાબૂમાં રાખવા તેને કોઇ
તકલીફ ના પડે. આ રીતે હું પણ જેથિપ્પી જેવી ઝગડાખોર સ્ત્રી સાથે અનુકૂળ થઇને રહું છું. જો હું એની સાથે નિર્વાહ કરી શકું છું. તો હવે મને
સંસારના બીજા કોઇની સાથે વ્યવહાર કરવામાં તકલીફ પડે એમ નથી !'

ઇ.સ. પૂર્વે ૩૯૯માં સિત્તેર વર્ષની વયના તત્વચિંતક સોક્રેટિસ સામે એના શત્રુઓએ ન્યાયસભામાં બે આરોપ લગાવ્યા.

પહેલો એ કે તે ગણતંત્રના દેવતાઓમાં વિશ્વાસ
નથી કરતા અને બીજો એ કે તે યુવાનોને તર્ક- વિર્તક કરવાનું શીખવાડી દુશચરિત્ર બનાવે છે. આરોપ કરનારાઓએ એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે
આવા માનવીને જીવતો રાખવો ના જોઇએ.

સોક્રેટિસને ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે
એક ન્યાયાધીશે પૂછયું- શું તમને એ વાતનો ડર નથી કે તમને મૃત્યુદંડ મળી શકે છે ?'

સોક્રેટિસે તેમને જવાબ આપતા કહ્યું હતું- 'મૃત્યુ શું છે તે હું જાણતો નથી. પણ હવે જાણી શકીશ. તે વરણ કરવા યોગ્ય તો છે જ. મેં જીવનની બધી અવસ્થાઓનો અનુભવ કરી લીધો છે. એક મૃત્યુ જ બાકી રહ્યું છે. જેનો મને અનુભવ નથી. એટલે હું
જાણવા માગું છું કે મૃત્યુ કેવું હોય ! '

ન્યાયાધીશો ૧૦૦ મીના એટલે કે લગભગ ૫૨૫ રૃપિયા જેટલી રકમનો દંડ ચૂકવીને મુક્ત થઇ શકાય એવો પ્રસ્તાવ મૂક્યો પણ સોક્રેટિસે તે સ્વીકાર્યો નહી. છેવટે તેમણે સ્વસ્થ ઝેરનો કટોરો પીને મૃત્યુને સ્વીકારી લીધું !

વિચાર વીથિકા - દેવેશ મહેતા

♠ બુદ્ધિની કસોટી ♠


www.sahityasafar.blogspot.com

શહેનશાહ અકબરના દરબારમાં જેમ ચતુર બીરબલ હતો, એ જ રીતે બંગાળના રાજદરબારમાં ગોપાલ ભાંડનું નામ એના વિનોદી સ્વભાવ અને ચતુરાઈ માટે સર્વત્ર પ્રસિધ્ધ હતું. એમ કહેવાતું કે એ કપરામાં કપરાં કોયડાઓ એ રમત વાતમાં ઉકેલી આપતો અને મોટામાં મોટાં રહસ્યો આસાનીથી શોધીને ખોલી આપતો હતો. બંગાળના રાજાની રાજસભામાં ગોપાલ ભાંડનું ઘણું માનભર્યું સ્થાન હતું.

એકવાર રાજસભામાં બહુશ્રુત મહાપંડિત પધાર્યા. એમની પાસે દેશની અનેક ભાષાઓનું જ્ઞાાન હતું. એ ઉપરાંત અરબી અને ફારસી ભાષા પણ છટાદાર રીતે બોલી શક્તા. બંગાળના રાજાએ આ મહાપંડિતનો આદરસત્કાર કર્યો અને મહાપંડિતે જ્ઞાાનનો ગર્વ પ્રગટ કરતા કહ્યું, 'અનેક ભાષાઓ પર મારું એટલું બધું પ્રભુત્વ છે કે તમને ખ્યાલ પણ નહીં આવે
કે મારી માતૃભાષા કઇ ? સઘળી ભાષા પર મારો સમાન એકાધિકાર છે.'

એક દરબારીએ નમ્રતાથી પૂછ્યું, 'પંડિતજી,આ બધી ભાષાઓમાં આપની માતૃભાષા કઈ ?'

ત્યારે મહાપંડિતે પોતાનો ગર્વ દાખવતા કહ્યું, 'બધી ભાષાઓ પર મારું એવું પ્રભુત્વ છે કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો, તો પણ મારી માતૃભાષા કઇ છે એ શોધી શકશો નહીં.'

મહાપંડિતની અહંકારભરી વાણી સાંભળીને દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાજાએ ગોપાલ ભાંડ તરફ નજર ઠેરવી ત્યારે ગોપાલે કહ્યું, 'મહારાજ, આ મહાપંડિતની માફક હું ઘણી ભાષાઓનો મહાજ્ઞાાની તો નથી, પરંતુ હું જરૂર એટલું શોધી શકું કે એમની માતૃભાષા કઇ છે ? માત્ર શરત એટલી કે મને મારી રીતે એની તપાસ કરવાની અનુમતિ આપો.'

મહાપંડિત ખડખડાટ હસી પડયા અને રાજાને અનુરોધ કર્યો કે આ ગોપાલને જે રીતે મારા સામર્થ્યની પરીક્ષા કરવી હોય તે રીતે કરે. રાજાએ એને અનુમતિ આપી. બીજે દિવસે સહુ સીડી પરથી ઉતરીને રાજદરબારમાં જતા હતા, ત્યારે ગોપાલે પાછળથી આવીને પંડિતજીને જોરથી ધક્કો માર્યો. મહાપંડિત ક્રોધે ભરાયા. એમનો ગુસ્સો ફાટી નીકળ્યો અને મોંમાંથી ગાળો અને અપશબ્દોનો ધોધ વહેવા લાગ્યો. મહાપંડિત સીડીની નીચે પહોંચ્યા, ત્યારે લોકોને એમની માતૃભાષાની ભાવ મળી ગઈ.

ગોપાલે કહ્યું, 'પોપટને તમે રામ-રામ કે રાધેશ્યામ બોલવાનું શીખવી શકો, પરંતુ જ્યારે બિલાડી એને ડોકેથી પકડે ત્યારે ટેં...ટેં... સિવાય બીજો કોઈ અવાજ નીકળતો નથી. આરામના વખતે બધી ભાષા બોલી શકાય, પણ સંકટમાં તો માતૃભાષા જ કામ આપે છે.'

♠ ઇર્ષ્યા - કાતિલ ઝેર ♠

એકવાર શેષનાગ બિમાર પડ્યા. ધીમે
ધીમે બિમારી વધવા લાગી. ઘરગથ્થુ
સામાન્ય દવાઓની કોઇ અસર ના થઇ
એટલે દેવોના વૈદ્ય અશ્વિનીકુમારને
બોલાવવામાં આવ્યા.
અશ્વિની કુમારે દવા તૈયાર કરીને
શેષનાગને આપી. અશ્વિનીકુમાર
જેવા વૈદ્યની દવા લીધા પછી પણ
રોગ કાબુમાં આવ્યો નહી.
અશ્વિનીકુમાર એકથી એક
ચડીયાતી દવા આપતા જાય તો પણ
રોગ તો વધતો જ ચાલ્યો.
બધા દેવોને લાગ્યુ કે કદાચ
શેષનાગનો પ્રાણ જતો રહેશે.

અશ્વિનીકુમાર પણ મુંજાયા એમણે
ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આપ
કંઇક મદદ કરો હું તો મારા તમામ
પ્રામાણિક પ્રયાસો કરું છુ પણ
મારી દવા કોઇ જ કામ કરતી નથી મને
પણ નથી સમજાતું કે આવું કેમ થાય છે ?
આજ દિન સુધી આવું ક્યારેય બન્યુ નથી!

એક સંત અશ્વિનીકુમાર પાસે
આવ્યા અને કહ્યુ બોલો શું મદદ કરું
આપને ? અશ્વિનીકુમારે પેલા સંતને
પોતાની બધી વાત સંભળાવી. સંતે
એટલું જ કહ્યુ કે
તમારી ઔષધી તો બરોબર જ છે ને? જે
રોગ છે તેનો નાશ કરવા માટે આ જ
પ્રકારની ઔષધિ ઉપયોગમાં લેવાય છે
ને ? અશ્વિનીકુમારે કહ્યુ કે
હા રોગના લક્ષણો પ્રમાણે જ મે ઉતમ
પ્રકારની દવા બનાવી છે અને એ
દવા પાવા છતા નાગરાજને કોઇ જ
અસર થતી નથી.

પેલા સંતે હસતા હસતા કહ્યુ , " એક કામ
કરો દવા પાતી વખતે શેષનાગની આંખ
પર પાટો બાંધો અને પછી દવા આપો.
બધા વિચારવા લાગ્યા કે આંખ
પરના પાટાને અને દવાની અસરને શું
લેવાદેવા ? પણ અશ્વિનીકુમારે
પેલા સંતની આજ્ઞા મુજબ કર્યુ અને
બધાના આશ્વર્ય વચ્ચે
નાગરાજની તબિયત
સુધરવા લાગી અને
થોડા સમયમાં તો રોગ સાવ
જતો રહ્યો.

દેવો અને અશ્વિનીકુમારને આંખ
પરના પાટાનું રહસ્ય ન સમજાયું એટલે
સંતને તે જણાવવા વિનંતી કરી ત્યારે
સંતે કહ્યુ કે ઔષધી તો બરાબર જ
હતી પણ જ્યારે એને પાવા માટે
એના મુખ પાસે લાવતા હતા ત્યારે
શેષનાગની આંખમાં કાતીલ ઝેર
હોવાથી અમૃત જેવી ઔષધી પણ ઝેર
બની જતી હતી. પાટો બાંધીને મે
એની આંખના ઝેરને
ઔષધીમાં ભળતા અટકાવ્યુ એટલે
ઔષધીની અસર થઇ.
આપણા જીવનને આનંદ, ઉલ્લાસ અને
ઉત્સાહથી તરબતર કરી દે તેવી અમૃતમય
ઔષધીઓ આપણી પાસે જ છે પરંતું
આપણી આંખમાં રહેલું ઇર્ષાનું કાતીલ ઝેર
આપણી આ ઔષધીને પણ ઝેર બનાવી દે છે
અને પેલા શેષનાગની જેમ
દવા પીવા છતા પણ
આપણો અશાંતિનો રોગ મટતો જ
નથી !!